દાહોદમાં ઐતિહાસિક વિસારતોની દેખભાર તંત્ર કરી શકશે કે, નહીં ? : દાહોદમાં ગડીનો દરવાજાે જર્જરીત હાલતમાં પોલીસ દ્વારા ગડીનો રસ્તો બંધ કરવાની ફરજ પડી

દાહોદ તા.૦૬
દાહોદ શહેરમાં આવેલ ગડીનો વર્ષો જુનો દરવાજાે નમી જતાં આ તરફનો માર્ગ શહેર પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. વર્ષો જુનો અને ઐતિહાસીક ગણતો આ દરવાજાે ખખડધજ હાલતમાં હતો અને ક્યારે પણ પડી જવાનો અને નમી જવાની દહેશત વચ્ચે લોકો અહીંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે આજરોજ આ દરવાજાે નમી જતાં કોઈ અકસ્માત ન સર્જાય તે માટે અહીંનો માર્ગ બંધ કરી દેવાની ફરજ પડી હતી.
દાહોદ શહેરમાં આવેલ ગડીના કિલ્લામાં કુલ ચાર દરવાજા છે. દાહોદમાં સૌથી મોટા દરવાજાની ગણતરી આ દરવાજાની થાય છે. ૪૦૦ વર્ષ બાદ પણ સૌથી વજનવાળા અને ઉંચાઈ ધરાવતાં દરવાજા કોઈપણ સ્થળ પર નથી. દાહોદની કમનસીબી એ છે કે, વારસો જાણવવામાં ક્યાંકને ક્યાંક તંત્ર ઉણું ઉતર્યું છે જેને પગલે ચાર દરવાજા પૈકી એક દરવાજાે ખરાબ થઈ ગયો છે અને એક દરવાજાે રાતોરાજ કોઈક ચોરી પણ કરી ગયું હોવાનું પણ કહેવાઈ છે. હાલ માત્ર ત્રણ દરવાજા વાળું ગડીનો કિલ્લો છે. ગડીના કિલ્લાની ઉપર એક તોપ પણ છે જે હાલ જર્જરીત હાલતમાં છે. ગડીનો કિલ્લો બન્યો ૧૬૭૮માં ૧૬૭૮ના લગભઘ પાંચસો – છસો વર્ષ થયાં હોવાનું કહેવાઈ છે. ઈ.સ. ૧૬૯૯ના આ ગડીનો એક દરવાજાે સંપુર્ણ નમી જતાં અને અહીંથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો સાથે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે આજરોજ દાહોદ પોલીસ દ્વારા આ ગડીના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઐતિહાસીક દરવાજનું જનત કરવામાં આવશે કે, કેમ તે તો આવનાર સમય કહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: