સંજેલી તાલુકાના બચકરીયા ગામનો બનાવ : પૈસા બાબતે પતિએ પોતાની બીજી પત્નિનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારતાં ચકચાર મચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના બચકરીયા ગામે એક ઈસમે પોતાની બીજી પત્નિ સાથે પૈસા બાબતે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ પત્નિનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપી પતિની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ગત તા. ૦૮મી ફેબ્રુઆરીના રોજ બચકરીયા ગામે ડામોર ફળિયામાં રહેતો લાલાભાઈ ઉર્ફે લાલસીંગભાઈ ભુરીયાએ તેની બીજી પત્નિ સાથે પૈસા મામલે ઝઘડો તકરાર કર્યોં હતો અને એકદમ ઉશ્કેરાઈ જઈ આવેશમાં આવી બીજી પત્નિ ઉર્મિલાબેન લાલાભાઈ ઉર્ફે લાલસીંગભાઈ ભુરીયાને મકાનના અંદરના ઓરડામાં લઈ જઈ માર માર્યો હતો અને ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી ત્યાર બાદ હત્યાને છુપાવવા માટે દોરડાથી લાશને બાંધી ઘરની વળી સાથે લટકાવી ઘરના સદસ્યોને બેફામ ગાળો બોલી નાસી ગયો હતો. આ સંબંધે બચકરીયા ગામે ડામોર ફળિયામાં રહેતાં રોહીત ઉર્ફે પિન્ટુભાઈ ભુરીયાએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.