દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત : એકને ઈજા પહોંચી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.28

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે આ સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાંના મોત નીપજ્યાનું જ્યારે એકને ઇજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ સિંગવડ તાલુકાના વાઘનાળા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ ૨૭મી ફેબ્રુઆરીના રોજ એક પેસેન્જર ભરેલ છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી છકડો પલટી ખવડાવતા અંદર સવાર અશ્વિનકુમાર ખાટ (રહે. ભથવાડા તા.દેવગઢ બારીઆ, જી.દાહોદ) ના છકડામાંથી ફંગોળાઈ જમીન પર પટકાતા તેઓને શરીરને તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજયું હતું જયારે છકડામાં સવાર અન્ય માધુભાઈને પણ શરીરે હાથે – પગે તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ સંબંધે સિંગવડ તાલુકાના વાઘનાળા ગામે નિશાળ ફળિયામાં રહેતા પ્રવીણભાઈ માધુભાઈ રાવળએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ 26 મી ફેબ્રુઆરીના રોજ એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાની વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી રસ્તે ચાલતા પસાર થઇ રહેલ ધર્મેશભાઈ પારસીંગભાઈ કોળી (રહે. ભથવાડા, તા. દેવગઢ બારીઆ, જી.દાહોદ) ને અડફેટમાં લેતા ધર્મેશભાઈ જમીન પર ફંગોળાયા હતા જેને પગલે તેઓને શરીર તેમજ હાથે – પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજયું હતું. આ સંબંધે દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે રહેતા ચંચીબેન પારસીંગભાઈ કોળીએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: