ઝાલોદ મામલતદાર ઓફિસ ખાતે ગાંગરડી ખાતે થયેલ લવજિહાદ અંગે આવેદનપત્ર અપાયું : ઝાલોદ નગર માં આક્રોશ રેલી યોજાઇ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર અપાયું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૯
ગાંગરડીના પડઘા ઝાલોદ નગરમાં પડ્યા હિન્દુ સમાજ દ્વારા આક્રોશ રેલી યોજી
તારીખ 27-04-2022 ના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામની હિન્દુ સમાજની દીકરીને મુસ્લિમ યુવાન દ્વારા બેહલાવી ફોસલાવી પટાવી લગ્ન કરીને ધર્મ પરિવર્તન કરાવવાના બદ ઈરાદે તા : 27/04/2022 ના રોજ દાહોદ સાયન્સ કોલેજ ખાતે થી અપહરણ કરેલ જેને સમગ્ર હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઝાલોદ દ્વારા આકરા શબ્દોમા વખોડે છે અને આ હિન્દુ દીકરીને તાત્કાલિક તપાસ કરી લાવીને માતા પિતાને સોપવામાં આવે એવી ઝાલોદ તાલુકાના સમગ્ર હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે જો હિન્દુ સમાજની માંગણીને યોગ્ય તપાસ કે ન્યાય આપવામાં નહીં આવેતો સમગ્ર હિન્દુ સમાજને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે આવા વિધર્મી યુવક ,જેહાદી પ્રવૃત્તિની માનસિકતા ધરાવતા લોકો સતત ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે જેથી હિન્દુ સમાજની લાગણી દુભાય છે
ઝાલોદ નગરમાં આજરોજ લવ જિહાદના વિરુદ્ધ મા મોટી સંખ્યામાં આક્રોશ રેલી કાઢવામાં આવી હતી આ આક્રોશ રેલીમાં મોટાં પ્રમાણમા મહિલાઓ પણ જોડાઈ હતી, ગાંગરડીમા વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતીને લોભ લાલચ આપી ઊપડી ગયેલ છે તે યુવતીને તેના પરિવારને પાંછી સોપવામાં આવે અને આવા અધર્મી યુવક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી હિન્દુ સમાજની માંગ છે આ રેલી મામલતદાર ઓફિસ પર પહોંચી ત્યાં આવેદનપત્ર આપવામાં આવેલ હતું અને લવ જિહાદના મુદ્દા ને ગંભીરતા પૂર્વક લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી, આ રેલીમા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, પંચાલ યુવક મંડળ, પંચાલ મહિલા મંડળ, વિશ્વકર્મા મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુંઝાલોદ મામલતદાર ઓફિસ ખાતે ગાંગરડી ખાતે થયેલ લવજિહાદ અંગે આવેદનપત્ર અપાયું