દાહોદના ખંગેલા ગામે ૧૯ વર્ષીય યુવતીએ અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૮
દાહોદ તાલુકાના ખંગેલા ગામે એક ૧૯ વર્ષીય પરણિતાએ અગમ્યકારણોસર ગામમાં આવેલ એક ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફોંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગત તા.૦૫ ઓગષ્ટના રોજ ખંગેલા ગામે નવા ફળિયામાં રહેતી ૧૯ વર્ષીય મીલાબેન શૈલેષભાઈ મેડાએ અગમ્યકારણોસર ગામમાં આવેલ આંબલીના ઝાડ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે સ્થળ પર પરિવારજનો અને લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક મીલાબેનના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. આ સંબંધે મધ્યપ્રદેશના રાણાપુર તાલુકામાં કાલાપાન ગામે ડામોર ફળિયામાં રહેતાં ધનસીંગભાઈ પુનીયાભાઈ કટારાએ કતવારા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: