દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રૂા. ૩.૭૧ લાખની ચોરી કરી તસ્કરો ફરાર

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૩,૭૧,૦૦૦ની સનસનાટી ભરી ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં પંથકમાં તસ્કરોના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

ગત તા. ૦૯મી ઓગષ્ટના રોજ ફતેપુરા નગરમાં પાછલો પ્લોટ તળાવ ફળિયા ખાતે રહેતાં રેખાબેન મનહરભાઈ દરજીના બંધ મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાેં હતો અને મકાનમાં મુકી રાખેલ તીજાેરી તોડી અંદરથી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂા. ૧,૯૫,૦૦૦ એમ વિગેરે મળી કુલ રૂા. ૩,૭૧,૦૦૦ની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો અંધારાના લોક લઈ નાસી જતાં આ સંબંધે રેખાબેન મનહરભાઈ દરજીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: