દાહોદ શહેરમાંથી બે મોટરસાઈકલની ચોરી

દાહોદ તા.૨૬

દાહોદ શહેરમાં દિનપ્રતિદિન મોટરસાઈકલ ચોર ટોળકીનો આતંક વધવા માંડ્યો છે ત્યારે દાહોદ શહેરમાંથી એકજ દિવસમાં બે મોટરસાઈકલોની ચોરી થતાં દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ દાહોદ શહેરમાં ગોધરા રોડ ખાતે મહાકાળી માતાના મંદિર પાસે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૦મી ઓગષ્ટના રોજ દાહોદ તાલુકાના મુવાલીયા ગામે ચોરા ફળિયામાં રહેતાં સુમુભાઈ સુરતાનભાઈ ભુરીયા ગોધરા રોડ ખાતે આવેલ મહાકાળી માતાના મંદિરે આવ્યાં હતાં અને તેઓએ પોતાની મોટરસાઈકલ મંદિરની બહાર લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સુમુભાઈ સુરતાનભાઈ ભુરીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોટરસાઈકલ ચોરીનો બીજાે બનાવ દાહોદ શહેરમાં આવેલ જુના ઈન્દૌર હાઈવે રોડ બાપુ નગર ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૧મી ઓગષ્ટના રોજ બાપુ નગર ખાતે રહેતાં નરેન્દ્રસિંહ કનકસિંહ ચૌહાણે પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે નરેન્દ્રસિંહ કનકસિંહ ચૌહાણે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: