દાહોદ શહેરમાંથી બે મોટરસાઈકલની ચોરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૮
મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ દાહોદ શહેરમાં ગોધરા રોડ ખાતે મહાકાળી માતાના મંદિર પાસે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૦મી ઓગષ્ટના રોજ દાહોદ તાલુકાના મુવાલીયા ગામે ચોરા ફળિયામાં રહેતાં સુમુભાઈ સુરતાનભાઈ ભુરીયા ગોધરા રોડ ખાતે આવેલ મહાકાળી માતાના મંદિરેની બહાર લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવવા પામી હતી. મોટરસાઈકલ ચોરીનો બીજાે બનાવ દાહોદ શહેરમાં આવેલ જુના ઈન્દૌર હાઈવે રોડ બાપુ નગર ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૧મી ઓગષ્ટના રોજ બાપુ નગર ખાતે રહેતાં નરેન્દ્રસિંહ કનકસિંહ ચૌહાણે પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરીયાદ નોંધાંવવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: