દાહોદ જિલ્લામાંથી બે સ્થળોએથી એક ફોર વ્હીલર અને એક મોટરસાઈકલની ચોરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લામાંથી બે જુદા જુદા સ્થળોએથી એક ફોર વ્હીલર ગાડી અને એક મોટરસાઈકલ મળી કુલ બે વાહનો ચોરી થયાંનું જાણવા મળે છે.

મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ દાહોદ શહેરમાં આવેલ ગોવિંદ નગર વિસ્તારમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૧મી ઓગષ્ટના રોજ ગોવિંદ નગર વિસ્તારમાં રહેતાં મીતલભાઈ સોમેશ્વરભાઈ પરમારે પોતાની ફોર વ્હીલર ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ ફોર વ્હીલર ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ફોર વ્હીલર ગાડીની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે મીતલભાઈ સોમેશ્વરભાઈ પરમારે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોટરસાઈકલ ચોરીનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ટીમરવા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૨૦મી ઓગષ્ટના રોજ ટીમરવા ગામે તડવી ફળિયામાં રહેતાં ધનંજય ભારતસિંહ તડવીએ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે ધનંજય ભારતસિંહ તડવીએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: