દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત નીપજ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લામાં બે જુદા જુદા સ્થળે માર્ગ અકસ્માતના સર્જાયેલ બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ફતેપુરા તાલુકાના વાંગડ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યા મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ફતેપુરા તાલુકાના સલરા ગામે ડામોર ફળિયામાં રહેતાં ભરતભાઈ ભલાભાઈ પારગીની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ભરતભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ઉમેશભાઈ ભરતભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ એક પેસેન્જર ભરેલ ઈક્કો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ઈક્કો ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ પસાર થઈ રહ્યો હતો તે સમયે અચાનક ગાડીના ચાલકે ગાડી પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ગાડી નજીકમાં આવેલ એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને પગલે અંદર સવાર ગાડીનો ચાલકને શરીરે ઈજાઓ પહોંચી હતી જ્યારે સવાર પેસેન્જર ભરતસિંહ અને સોનસિંહ કુબેરસિંહ ચૌહાણ (રહે. વાટારામપુર, તા. મોડાસા, જી. અરવલ્લી) ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં સોનસિંહનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે વાટારામપુર ગામે રહેતાં જીગરસિંહ અજમેલસિંહ ચૌહાણે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.