દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં એક ૨ વર્ષીય બાળકીનું મોત જ્યારે ત્રણને શરીરે ઈજાઓ પહોંચી

દાહોદ તા.૧૫ દાહોદ જિલ્લામાં જુદી જુદી ત્રણ જગ્યાએ બનેલા માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં એક ૨ વર્ષિય બાળકીનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ જ્યારે ત્રણ વ્યÂક્તઓને શરીરે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પર બનવા પામ્યો હતો જેમાં એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આગળ જતી એક ક્રુઝર ગાડીને અડફેટમાં લઈ નુકસાન પહોંચાડતા આ સંબંધે ગરબાડા તાલુકાના ભુતરડી ગામતળ ગામે રહેતા દિનેશભાઈ બચુભાઈ બારીઆએ દાહોદ તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માર્ગ અકસ્માતનો બીજા બનાવ દાહોદ તાલુકાના છાપરી ગામે બનવા પામ્યો હતો જેમાં એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દાહોદ તાલુકાના ખરોડ ગામે વિકા ફળિયામાં રહેતા રાકેશભાઈ રમસુભાઈ સંગાડાની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારી નાસી જતાં રાકેશભાઈ અને પાછળ બેઠેલે તેઓના ભત્રીજાને મોટરસાઈકલ પરથી નીચે પાડી બંન્ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા આ સંબંધે ઈજાગ્રસ્ત રાકેશભાઈ રમસુભાઈ સંગાડાએ દાહોદ તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માર્ગ અકસ્માતનો ત્રીજા બનાવ ગરબાડા તાલુકાન ખજુરી ગામે બનવા પામ્યો હતો જેમાં ખજુરી ગામે નિશાળ ફળિયામાં રહેતા જામાબેન પાંગળાભાઈ મોહનીયા તેમની ૨ વર્ષિય દિકરી પ્રિયાંશીબેનને સાથે લઈ ખજુરી ગામેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા તે સમયે ત્યાથી એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ૨ વર્ષિય પ્રિયાંશીબેનને અડફેટમાં લઈ ટ્રેક્ટરનું આગળનું ટાયર આભાર – નિહારીકા રવિયા પ્રિયાંશીબેનના માથા પર ચઢાવી દેતા પ્રિયાંશીબેનનુ ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ. આ સંબંધે મૃતક બાળકી પ્રિયાંશીબેનને માતા જામાબેન પાંગળાભાઈ મોહનીયાએ જેસાવાડા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: