ઝાલોદ નગરમાં ખાટુંશ્યામ ભગવાન ની જન્મજયંતી ભવ્ય શણગાર,૫૬ ભોગ,અખંડ જ્યોતના લ્હાવા સાથે ભાવિક ભક્તો એ ઉજવણી કરી
તારીખ-૦૫/૧૧ /૨૦૨૨
રિપોર્ટર- પંકજ પંડિત ઝાલોદ
તારીખ 04-11-2022 શુક્રવારના રોજ રાત્રે ૮ કલાકે વણકતળાઈ હનુમાનજી મંદિર ખાતે ખાટુંશ્યામ બાબાના ભવ્ય જન્મોત્સવની ઉજવણીનું આયોજન શ્યામ પરિવાર ઝાલોદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ખાટુંશ્યામ જી ભગવાનને વહેલી સવારે પંચામૃત થી અભિષેક કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ખાટુંશ્યામ ભગવાનને નવાં વસ્ત્રો પહેરાવી ફૂલોનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આખુ મંદીર પરિસર અત્તરની સુગંધ થી મહેંકી ઉઠયું હતું ત્યાર બાદ સાંજે ૮ વાગે ખાટુંશ્યામ જી ની જ્યોત લઈ બાબા શ્યામના ભજન કરવામાં આવ્યા હતા તેમજ ૫૬ ભોગ પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આખું મંદિર પરિસર ખાટુંશ્યામના જય જયકાર થી ગુંજી ઉઠયું હતું. બાબા શ્યામના જન્મોત્સવની ઉજવણી બાળકો, મહિલાઓ, યુવાઓ દરેક લોકોએ ઝૂમીને આનંદ પૂર્વક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. ખાટુંશ્યામ બાબાના જન્મોત્સવ પ્રસંગે સવારથીજ મંદિર પરિસરમાં દર્શનાર્થે ભાવિક ભક્તો આવતા જતા હતા, ખાટું શ્યામ મંદીર પરિસરને શ્યામ પરિવાર દ્વારા ફુગ્ગાઓ થી સજાવી દેવામાં આવ્યું હતું. મંદિર પરિસરનો નજારો રાત્રે રોશની થી ઝગમગતો હતો. આખું મંદીર પરિસરમાં ભાવિક ભક્તોની ખૂબ લાંબી લાઈન લાગી હતી. રાત્રે ૧૨ વાગ્યે બાબા શ્યામનો જન્મ દિવસ કેક કાપી ઉજવવામાં આવ્યો હતો. બાબા શ્યામનું મંદિર દાહોદ જિલ્લામાં એક માત્ર હોવાથી આખા દાહોદ જિલ્લા માંથી બાબા શ્યામના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા તેમજ ઝાલોદ નગર મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ની બોર્ડર પર આવેલ હોય ત્યાંથી પણ ભક્તો મોટા પ્રમાણમાં આવ્યા હતા. આમ ઝાલોદ નગરમાં બાબા શ્યામનો જન્મોત્સવ ખૂબ ધૂમ ધામ થી ઉજવવામાં આવ્યો હતો.