લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામે મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રૂા.૧૫ હજારની ચોરી કરી તસ્કરો ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામે એક બંધ ઘરમાં બનાવેલ દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરી દુકાનમાંથી રોકડા રૂપીયા, કરિયાણાનો સામાન, મોબાઈલ ફોન તેમજ ઘરમાંથી સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૧૫,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયાંનું જાણવા મળે છે. ગત તા.૧૩મી નવેમ્બરના રોજ લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામે વાકડી ફળિયામાં રહેતાં અને પોતાના ઘરમાં કરિયાણાની દુકાન ધરાવતાં લાલુભાઈ કાળુભાઈ વડકીયાના બંધ મકાનમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી મકાનનો દરવાજાે ખોલી મકાનમાં મુકી રાખેલ તેમજ દુકાનમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૭,૦૦૦, સોનાની જડ ંનંગ. ૧, ચાંદીના કંઠી નંગ. ૧, બે મોબાઈલ ફોન, કરિયાણાનો સામાન વિગેરે મળી કુલ રૂા.૧૫,૦૦૦ની મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો નાસી જતાં આ સંબંધે લાલુભાઈ કાળુભાઈ વડકીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.