દેવગઢ બારીઆના બામરોલી ગામેથી પોલીસે રૂા.૩.૫૭ લાખના પ્રોહી જથ્થો ઝડપી પાડ્યો : ચાલક સહિત બે ફરાર

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક બોલેરો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોલીસને જાેઈ ગાડી ભગાવતાં પોલીસે ફિલ્મી ઢબે બોલેરો ફોર વ્હીલર ગાડીનો પીછો કરતાં પોલીસને પીછો કરતાં જાેઈ બોલેરો ગાડીનો ચાલક સ્થળ પર ગાડી મુકી નાસી જતાં પોલીસે ગાડીમાંથી પ્રોહીનો કુલ રૂા. ૩,૫૭,૦૭૨ના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૭,૫૭,૦૭૨નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે. ગત તા.૨૬મી નવેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાની સાગટાળા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે બામરોલી ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને ઉભી રાખવાનો પ્રયત્ન કરતાં ગાડીમાં સવાર કલસીંગભાઈ સુરસીંગભાઈ બારીઆ (કોળી) (રહે. માંડવ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) અને તેની સાથેનો બોલેરો ગાડીનો ચાલકે ગાડી ઉભી ન રાખતાં પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યાે હતો.
પોલીસને પીછો કરતાં જાેઈ ગાડીમાં સવાર બંન્ને ઈસમો સ્થળ પર ગાડી મુકી નાસી જતાં પોલીસે બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૩,૫૭,૦૭૨ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા. ૭,૫૭,૦૭૨નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ સાગટાળા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: