વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણી નિમિતે આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર દ્વારા સંચાલિત ટી.આઈ પ્રોજેક્ટ અને એસ. આર. કડકિયા સ્કુલ ઓફ નર્સિંગ ના સંયુક્ત ઉપક્રમે અર્બન હૉસ્પિટલ રલિયાતી દાહોદ ખાતે જીલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારી એ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

રિપોર્ટર : ગગન સોની

આજરોજ તા. ૦૧/૧૨/૨૦૨૨ ના રોજ વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણી નિમિતે આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર દ્વારા સંચાલિત ટી.આઈ પ્રોજેક્ટ અને એસ. આર. કડકિયા સ્કુલ ઓફ નર્સિંગ ના સંયુક્ત ઉપક્રમે અર્બન હૉસ્પિટલ રલિયાતી દાહોદ ખાતે જીલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારી એ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું તેમાં DTHO ડો. આર.ડી. પહાડીયા, મુખ્ય જીલ્લા તબીબી અધિકારી શ્રી ડો. નરેન્દ્ર હાંડા ,સંસ્થાના પ્રમુખશ્રી સંદીપ શેઠ, પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નિરેનભાઈ શાહ અને નર્સિંગ સ્કુલ ના પ્રિન્સીપલ શ્રી ડો. કે.એલ.લતા તથા ટી.આઈ પ્રોજેક્ટ તેમજ એ.આર.ટી. સેન્ટર, ડાપકુ, ICTC કાઉન્સેલર, વિહાન પ્રોજેક્ટ અને નર્સિંગ સ્કુલના વિધાર્થીઓ તેમજ તમામ સ્ટાફે રેલીમાં ભાગ લીધો.આ રેલી દ્વારા દાહોદના વિવિઘ માર્ગો પર એચ.આઈ.વી એઇડ્સની લોક જાગૃતિ માટે આ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું. આ રેલી જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે DTHO ડો. આર.ડી. પહાડીયાના હસ્તે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણી વિશે વધુ માહિતી આપી આ રેલીનું સમાપન કરવામાં આવ્યું. આવર્ષે WHO ની 2022ની થીમ “સમાનતા લાવવી” એટલે કે એચ.આઇ.વી.ગ્રસ્ત દર્દીઓ અને સામાન્ય માણસો માટે આપણે સમાનતા લાવવાની જરૂર છે. આવો આપણા બધાના સહિયારા પ્રયાસોથી એચ. આઇ. વી./એઇડ્સનો અંત જરૂર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: