દાહોદ શહેરના ગાંધી ચોક ખાતે આવેલી ધવલ મેડિકલ સ્ટોરમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી
સિંધુ ઉદય ન્યુસ – દાહોદ
દાહોદ શહેરના ગાંધી ચોક ખાતે આવેલી ધવલ મેડિકલ સ્ટોરમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી
આજરોજ તારીખ એક 12 2022 ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન દાહોદ શહેરના ભરચક એવા ગાંધી ચોક વિસ્તારમાં આવેલી ધવલ મેડિકલ સ્ટોર ઉપર અચાનક એકાએક આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની ઘટના બનતા દાહોદના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી અને તે બાદ ફાયરના જવાનો સાધન સામગ્રી લઈને ગાંધી ચોક ખાતે આવી પહોંચ્યા હતા અને ધવલ મેડિકલ સ્ટોરમાં નીચેના ભોયરામાં આગ લાગતા તેને ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવતો હતો પરંતુ આગ કયા કારણોસર લાગી હજુ જાણવા નથી મળ્યું આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે અને મેડિકલ સ્ટોર માં મોટા ભાગનું નુકસાન થવા પામ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ફાયરના જવાનોએ આજરોજ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને આજુબાજુની દુકાનોમાં આગની જ્વાળાઓના પ્રસરે તે માટે ફાયર ના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો