સનાતનની પરંપરાના વિચારો અને યુગ પરિવર્તન
ગગન સોની લીમડી
આજરોજ ઉપરોકત વિષય બિંદુને ધ્યાનમા રાખીને ગાયત્રી પરિવાર હોલ લીમડી ખાતે એક સનાતનના વાહક એવા સત્સંગી મિત્રો સાથે સત્સંગ બેઠક મળી હતી. જેમા યુગ પરિવર્તન કેમ જરુરી છે, મનુષ્ય યોનીનુ મહત્વ તથા સનાતન વિચારોથી જગતનુ કલ્યાણ કેવી રીતે થઈ શકે છે એ બાબતે ગહન ચિંતન કરવામાં આવ્યું હતું. આ અગત્યના પરંતુ સંવાદમા મુખ્ય અતિથિ તરિકે *પ્રોજેક્ટ યુગ પરિવર્તન સિનર્જી પ્લેટફોર્મ ના સંસ્થાપક દિલ્હીથી ડો.હિતેશ ચંદેલજી ઉપસ્થિત રહ્યા હતાં* મહેમાનોનુ શ્રી મલુભાઈ ભુરિયાજી અને મા.શ્રી. જયંતિભાઈ પરમારજીએ સ્વાગત કર્યુ હતું. આજના આ કાર્યક્રમમા રાષ્ટ્ર,ધર્મ પ્રેમી મિત્રો અને વડીલો ઉપસ્થિત રહ્યા.