ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટરસાઈકલની અડફેટે રાહદારી વૃધ્ધનું મોત
દાહોદ તા.૦૭
ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક ૬૫ વર્ષીય રાહદારી વૃધ્ધને અડફેટમાં લેતા વૃધ્ધને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે પડાવા ફળિયામાં રહેતા ૬૫ વર્ષીય ભાવજીભાઈ વેલજીભાઈ ડામોર ગત તા.૦૬.૧૧.૨૦૧૯ના રોજ પોતાના ઘરેથી નીકળી ખરસોડા ગામે પોતાની સાસરીમાં ચાલતા જઈ રહ્યા હતા તે સમયે રસ્તા રૂપાખેડા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ભાવજીભાઈને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારી નાસી જતાં ભાવજીભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા ભાવજીભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ.
આ સંબંધે ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે પડાવા ફળિયામાં રહેતા પુંજાભાઈ ભાવજીભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.