દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં તસ્કરોનો આતંક ઃ એક પ્રાથમીક શાળા મળી કુલ ચાર જગ્યાએથી રૂ.૪૨ હજારનો હાથફેરો
દાહોદ તા.૦૭
લીમખેડા તાલુકાના દાભડા ગામે મધ્યરાત્રીએ ત્રાટકેલા તસ્કરોએ એક પ્રાથીમક શાળા, એક કરિયાણાની દુકા તથા બે રહેણાંક મકાનોને નિશાન બનાવી પ્રાથમીક શાળા તથા રહેણાંક મકાનના આગળથી સબમર્શીબલ પાણીની મોટર તથા કરિયાણાની દુકાનનુ તાળુ તોડી અંદરથી કરિયાણાનો સામાન મળી કુલ રૂ.૪૨,૦૦૦ની ચોરી કરી લઈ જતાં પંથકમ ચકચાર મચી જવા પામી છે.
લીમખેડા નગરમાં રહેતા અને લીમખેડાના દાભડા ગામે પ્રાથમીક શાળામાં ફરજ બજાવતાં રેખાબેન રમેશભાઈ તડવીની પ્રાથમીક શાળામાં ગત તા.૦૫.૧૧.૨૦૧૯ના રોજ રાત્રીના સમયે તસ્કરોએ હાથફેરો કરી પ્રાથમીક શાળાના કમ્પાઉન્ડમાં બોરમાં મુકેલ પાણીની સબમર્શીબલ મોટર, રોહિતભાઈના મકાનના આગળની પાણીની સબમર્શીબલ મોટર તથા બાબુભાઈના ઘરના આગળની પાણીની સબમર્શીબલ મોટર ચોરી કરી લઈ ગયા હતા જતાં જતા વિસ્તારમાં જ આવેલ ભરતભાઈની કરિયાણાની દુકાનનુ તાળુ તોડી કરિયાણાની દુકાનમાંથી કરિયાણાનો સરસામાન મળી કુલ રૂ.૪૨,૦૦૦ ની તસ્કરો ચોરી કરી લઈ જતાં આ સંબંધે રેખાબેન રમેશભાઈ તડવીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.