કપડવંજમાં ગઠીયાએ ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને રૂપિયા ખંખેરી લીધા
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
કપડવંજમાં ગઠીયાએ ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને રૂપિયા ખંખેરી લીધા
નડિયાદ:
કપડવંજમાં ગઠીયાએ બેંકનું નામ લઈ રીટાયર્ડ વેટનરી ડોક્ટર પાસે ક્રેડિટ કાર્ડબંધ કરવાના બહાને રૂપિયા ૧.૫ લાખ ઓનલાઇન ખંખેરી લીધા હતા અને રૂપિયા ઓનલાઈનશોપિંગ એપમા વાપરી દીધા
હોવાનો બનાવ બન્યો છે. સમગ્ર મામલે રીટાયર્ડતબીબે કપડવંજ ટાઉનમાં પોલીસ માંફરિયાદ નોંધાવી છે.કપડવંજ શહેરમા રત્નાસાગર સોસાયટીમાંરહેતા ૫૮ વર્ષિય નિવૃત્ત વેટનરીતબીબ અરવિંદકુમાર કાંતિલાલપંચાલ ઓનલાઇન છેતરપિંડીનોશિકાર બન્યા છે. તેઓનુ SBIબેન્કમાં ખાતું છે અને આ બેંકનું ક્રેડિટ કાર્ડ પણ છે. ગત ૧ ડીસેમ્બરના રોજ બેંકનુંક્રેડિટ કાર્ડ પર્સનલ લોન પૂરી થતાં જે બાબતેઅરવિંદકુમારે બેંકમાં જાણ કરી હતી. ત્યાર બાદ ગત ૧૧મી ડીસેમ્બરના રોજ અજાણ્યાનંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળીવ્યક્તિએ હિન્દી ભાષામાં પોતાની ઓળખ રોહિત શર્માએસ.બી.આઇ બેન્કમાંથી બોલું છું તેમ કરી હતી.ચાર જુદા જુદા ટ્રાન્જેક્શનથીરૂપિયા ઉપાડી લીધાવધુમાં આ વ્યક્તિએજણાવ્યું કે, તમારુ એસ.બી.આઇ બેન્કનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાનું છે. જેથી અરવિંદકુમારે આ ફોન સાચે જ બેન્કમાંથી આવ્યો હોવાનું માની પોતાના એકાઉન્ટની અનેક્રેડિટ કાર્ડની ડીટેલ્સ આપી દીધી હતી. જે બાદ વારાફરતી એમ ૪ વખત ઓટીપી આવતા તેઓએ આ ઓટીપી આપતાંગણતરીની સમયમાં જ ચાર જુદા જુદા ટ્રાન્જેક્શનનો તેમનાખાતામાંથી થયા હતા. કુલ રૂપિયા ૧ લાખ ૫ હજાર ૩૬૮ રૂપિયા ઉપડી લીધા હતા અને આ તમામ નાણાંનો વ્યવહાર પણ ઓનલાઈનશોપિંગ એપમાં વાપરી નાખ્યા હતા. આથી અરવિંદકુમાર પંચાલને પોતાનીસાથે ઓનલાઇન છેતરપિંડીની જાણ થતાં આજે સમગ્રમામલે તેઓએ કપડવંજ ટાઉનમાંઅજાણ્યા ફોન ધારક સામે
ફરિયાદ નોંધાવી છે. પોલીસેતેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.