ઝાલોદ તાલુકાના ગામડી ગામે બે પક્ષો વચ્ચે મારામારી : એક મહિલા સહિત ત્રણને ઈજા
દાહોદ તા.૦૯
ઝાલોદ તાલુકાના ગામડી ગામે પોલીસમાં ફરિયાદ આપવા મામલે સમાધાનના પ્રક્ષ્ને થયેલ ઝઘડામાં તેમજ તેમજ ગાડીને ટક્કર મારવાના મામ બે પક્ષો વચ્ચે થયેલ મારામારીના બનાવમાં એક મહિલા સહિત ત્રણ જણાને શરીરે ઈજાઓ થયાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના ગામડી ગામે માળી ફળિયામાં રહેતા રાહેલબેન ઝુલેશભાઈ ગણાવા તથા તેમના પતિ રાહેલભાઈ દાઉદભાઈ ગણાવા એક ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ પસાર થઈ રહ્યા હતા તે સમયે ગાડી પેટ્રોલ પંપ પર ફોર વ્હીલર ગાડીમાં પેટ્રોલ ભરાવતાં હતા તે સમયે ત્યા ગામમાં દેવળ ફળિયામાં રહેતા અલ્કેશભાઈ અનિલભાઈ ભુરીયા, ચંન્દ્રેશભાઈ અનિલભાઈ ભુરીયા અને મનિષભાઈ ચુનિલાલ ભુરીયાનાઓ ત્યા આવી રાહેલબેન અને તેમના પતિ ઝુલેશભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમારા વિરૂધ્ધ આપેલ ફરિયાદનું કેમ સમાધાન કરતાં નથી, તેમ કહી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત રાહેલબેન ઝુલેશભાઈ ગણાવાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સામાપક્ષેથી ઝાલોદ તાલુકાના ગામડી ગામે દેવળ ફળિયામાં રહેતા ચંન્દ્રેશભાઈ અનિલભાઈ ભુરીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઝાલોદ તાલુકાના ગામડી ગામે માળી ફળિયામાં રહેતા સતિષભાઈ ઝુલેશભાઈ ગણાવા, ઝુલેશભાઈ દાઉદભાઈ ગણાવા, રાહેલબેન ઝુલેશભાઈ ગણાવા નાઓ દારૂ પીધેલ હાલતમાં પોતાના કબજાની ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યા હતા તે સમયે ચંદ્રેશભાઈ ભુરીયાની ફોર વ્હીલર ગાડીને અડફેટમાં લઈ ટક્કર મારતાં ચંદ્રેશભાઈને શરીરે ઈજાઓ પહોંચી હતી અને ઉપરોક્ત ત્રણેય જણાએ ચંદ્રેશભાઈને મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત ચંદ્રેશભાઈ અનિલભાઈ ભુરીયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.