મહેમદાવાદ પાસે પીકપ ડાલામા સંતાડીને લઇ જવાતો પોશડોડાનો જથ્થો ઝડપાયોનડિયાદ
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
મહેમદાવાદ પાસે પીકપ ડાલામા સંતાડીને લઇ જવાતો પોશડોડાનો જથ્થો ઝડપાયો
નડિયાદ
મહેમદાવાદના ખાત્રજ ચોકડી પાસેથી પીકઅપ ડાલામા ખાલી કેરેટના નીચે સંતાડીનેલઈ જવાતો પોશડોડાનો જથ્થો પકડી પાડયો છે. આ બનાવમાં૨ વ્યક્તિઓની ધરપકડ કરવામાંઆવી છે.
મહેમદાવાદ તાલુકાના ખાત્રજચોકડી પાસે સર્કીટ હાઉસ નજીકથી પસાર થતી પીકઅપડાલા ને શંકા જતાં વોચમાઉભેલ નાર્કોટીસ કંટ્રોલ બ્યુરો ની ટીમે વાહનને અટકાવ્યુંહતું. જેમાં વાહનની પાછળની
બાજુએ ખાલી કેરેટો હતાં. કેરેટને હટાવતાપોશડોડાનો જથ્થોમળી આવ્યો હતો. ત્યાર બાદઆ ટીમે સ્થાનિક મહેમદાવાદ પોલીસ સ્ટેશન વાહનને લઈ ગયા હતા. અને ચાલક સહિત અન્ય એકની પુછપરછ કરી હતી. નાર્કોટીસ કંટ્રોલ બ્યુરો ટીમે ૨૧૯ કિલો પોશડોડા તથા ગુનામાં વપરાયેલાવાહન કબ્જે કરી આગળનીકાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર ઘટનાની તપાસ નાર્કોટીસ કંટ્રોલ બ્યુરો નાઅધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે.