ઝાલોદ તાલુકાના વગેલા ગામે મોટરસાઈકલ સ્પીલ થઈ જતાં પાછળ બેઠેલ એક યુવતીનું સારવાર દરમ્યાન મોત
દાહોદ તા.૧૪
ઝાલોદ તાલુકાના વગેલા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્લીપ ખવડાવી દેતા પાછળ બેઠેલ એક યુવતીને ગંભીર ઈજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના થેરકા ગામે રહેતા અતુલભાઈ શાન્તીભાઈ સંગાડા અને ૧૮ વર્ષીય પિનલબેન એમ બંન્ને જણા ગત તા.૧૩.૧૧.૨૦૧૯ના રોજ એક મોટરસાઈકલ પર બેસી ઝાલોદ તાલુકાના વગેલા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અતુલભાઈએ પોતાની મોટરસાઈખલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલ પરનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી જેને પગલે અતુલભાઈને શરીરે ઈજાઓ થવા પામી હતી જ્યારે પાછળ બેઠેલ પિનલબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા પિનલબેનનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે ઝાલોદ તાલુકાના ગામડી ગામે કટારા ફળિયામાં રહેતા સીલાશભાઈ યાકુબભાઈ કટારાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.