દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામેથી મોટરસાઈકલની ઉઠાંતરી

દાહોદ તા.૧૯
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતેથી એક વ્યÂક્તની લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલ ઉઠાંતરી થયાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના ગલાલાયીવાડ ગામે અરૂણાદય સોસાયટીમાં રહેતા સુરેશભાઈ લછુભાઈ માવીએ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે સુરેશભાઈ લછુભાઈ માવીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: