ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી મોટરસાઈકલની ઉઠાંતરી
દાહોદ તા.૨૧
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી એક વ્યÂક્તની લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલ ઉઠાંતરી થયાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે નદી ફળિયામાં રહેતા લીલાબેન કમલેશભાઈ ડામોરની મોટરસાઈકલ ગત તા.૧૪.૧૧.૨૦૧૯ના રોજ ઝાલોદ તાલુકાના લીમડી નગરના ટાંડી રોડ ખાતે લોક મારી પાર્ક કરેલ હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતા આ સંબંદે લીલાબેન કમલેશભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.