દાહોદ શહેરમા પતંગના દોરાથી અકસ્માત ન સર્જાય તે માટે દાહોદ શહેરમા ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનો વેપાર કરતા ઈસમને ઝડપી પાડતી દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ.
દાહોદ શહેરમા પતંગના દોરાથી અકસ્માત ન સર્જાય તે માટે દાહોદ શહેરમા ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનો વેપાર કરતા ઈસમને ઝડપી પાડતી દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ
મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ, મે.મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબશ્રી જગદીશ બાંગરવા દાહોદ વિભાગ દાહોદ નાઓની સુચના મળેલ કે આગામી મકરસંક્રાતીના તહેવાર અનુસંધાને ચાઈનીઝ દોરીથી અકસ્માત ન સર્જાય તે માટે ચાઈનીઝ દોરીના ગુનાઓ શોધી અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી માર્ગદર્શન કરેલ જે અનુસંધાને આજ રોજ દાહોદ ટાઉન એ ડિવીઝન પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.લાઠિયા નાઓએ પોલીસ સ્ટાફના માણસો સાથે દાહોદ ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.લાઠિયા નાઓને બાતમી મળેલ કે દાહોદ કસ્બા પીંજારવાડા તથા દાહોદ ગોધરા રોડ સાંસીવાડ વિસ્તારમાં બાતમી આધારે રેઈડ કરતા એક ઇસમ તથા એક સ્ત્રી નાઓ પાસેથી ચાઈનીઝ દોરીના ફીરકા મળી આવતા અલગ અલગ ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છેઆરોપી જાવેદભાઈ મજીદભાઈ જાતે પીજારા ઉવ.ધંધો વેપાર રહે ૩૦/દાહોદ કસ્બા પીજારાવાડા તા દાહોદ-જી દાહોદ જ્યારે ગોધરા રોડ ખાતે આવેલ જોશનાબેન વાઓ અરૂણભાઈ અશોકભાઈ જાતે સીસોદિયા ઉ.વ.૨૫ રહે દાહોદ ગોધરા રોડ સાંસીવાડ તા.જી.દાહોદ ના ત્યાં રેડ પડી દુકાનમાં પંતગો ચગાવાની નાઇલોનદોરી( ચાઇના)નાં ફીરકા નંગ કીમત ૦૩- -રૂપિયા૧૫૦૦/તથા એક બહેનના રહેણાંક મકાનમાથી ચાઈનીઝ દોરીના ફીરકા નંગ ૦૮ કિમત રૂ.૪૦૦૦/- કુલ મળી ફીરકા નંગ ૧૧ કિમત રૂ.૫૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે આ રેડ કે. એન .લાઠિયા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.આઇ રૂપસીંહ બુધાભાઈબ.નં ૭૮૨ ,જયદીપભાઈ સુરેશભાઈ આ.પો.કો બ.નં ૧૨૪ અજયભાઈ મથુરભાઇ,કનુભાઈ મોહનભાઈ અ.પો.કો બ.નં ૧૨૭૨ એ આ રેડ ને સફળ બનાવી હતી
(

