દાહોદતાલુકા ની એક સગીરાનું અપહરણ કરી લીમખેડા અને સૌરાષ્ટ્ર મુકામે સગીરાને લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતા યુવકની પોલીસે અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો

જિગ્નેશ બારિયા

દાહોદતાલુકા ની એક સગીરાનું અપહરણ કરી લીમખેડા અને સૌરાષ્ટ્ર મુકામે સગીરાને લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતા યુવકની પોલીસે અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો

દાહોદ તા.૦૫

દાહોદ તાલુકાના એક ૧૬ વર્ષીય સગીરાને દાહોદ તાલુકાના કાળીગામે પંચાલ ફળિયામાં રહેતા એક યુવકે સગીરાને દાહોદ શહેરની એક શાળાની બહારથી બળજબરી પુર્વક અપહરણ કરી લઈ નાસી જઈ લીમખેડાથી સૌરાષ્ટ્ર મુકામે લઈ તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજારતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.૧૯મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને દાહોદ તાલુકાના કાળીગામ ખાતે પંચાલ ફળિયામાં રહેતો યુવક સગીરા જે સમયે દાહોદ શહેર ખાતે આવેલ શાળાએ ભણવા જતી હતી તે સમયે સગીરાને શાળાની બહાર બોલાવી તેણીને ધાકધમકીઓ આપી, મારી નાંખવાની ધમકીઓ આપી, સગીરા છોકરા સાથે નહીં જાય તો તેણીને મારી નાંખવાની ધમકીઓ આપી સગીરાને બળજબરી પુર્વક એક રીક્ષામાં બેસાડી અપહરહણ કરી લઈ નાસી ગયો હતો અને લીમડીથી લીમખેડા તથા ત્યાંથી સૌરાષ્ટ્ર મુકામે લઈ જઈ દ્વારા સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાે હતો. સગીરા જેમ તેમ કરી ઉપરોક્ત યુવકના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી હતી અને પોતાની સાથે બનેલ ઉપરોક્ત ઘટના વિશે પોતાના પરિવારજનોને આપવીતી કહેતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને સગીરા લઈ પરિવારજનો દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં આ સંબંધે પોલીસે પોલીસે તાત્કાલિક ધોરણે યુવક રાહુલ પંચાલની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે જ્યારે પીડીતાને ન્યાય મળે અને યુવક રાહુલ પંચાલને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લાગણી અને માંગણી બળાત્કારનો ભોગ બનેલ પિડીતા તથા પિડીતાના પરિવારજનોમાં ઉઠવા પામી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: