દીપ પ્રાગટ્ય થી સમાજ શિક્ષણ શિબિર ને ખુલ્લી મુકતા ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર.
પ્ર્તિનિધિ ગરબાડા
દીપ પ્રાગટ્ય થી સમાજ શિક્ષણ શિબિર ને ખુલ્લી મુકતા ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર
ગરબાડા તારીખ 25
વજેલાવ ગામની ભૂતવડ પ્રાથમિક શાળા ખાતે મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ ની કચેરી દાહોદ દ્વારા સમાજ શિક્ષણ શિબિર ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ના અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય મહેમાન પદે ગરબાડા વિધાનસભા ક્ષેત્રના ભાજપા ના અધ્યક્ષ પ્રજીત
સિંહ રાઠોડ. તાલુકા સભ્ય મયુર ભાભોર અને નરેશ બામણીયા પૂર્વ સભ્ય સોમાભાઈ ચૌહાણ સરપંચ અપિભાઈ ડામોર. નિવૃત કાર્યપાલક ઇજનેર સી એમ ભાભોર. નિવૃત્ત કમિશનર જીએસટી બી કે રાઠોડ. વિગેરે મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી
શાળા પરિવાર એ ધારાસભ્યશ્રીનું શાલ અને હારથી સન્માન કર્યું હતું જ્યારે એસએમસી અધ્યક્ષ ખુમસિગ ડામોર અને સભ્યોએ પણ ધારાસભ્યશ્રી નું સન્માન કર્યું હતું. શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું ત્યારે તેઓએ રૂપિયા 2500 જેટલું ઇનામ આપી બાળાઓને પ્રોત્સાહિત કરી હતી શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાએ સ્વાગત પ્રવચન કરી શાળાની ઝાખી કરાવી હતી તેમને શાળા માટે નવીન ઓરડા તથા વજેલાવ થી માતવા વાયા ભૂતવડ જતો રસ્તો તૂટી ગયો છે જે નવીન બનાવવા માટે રજૂઆત કરી હતી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી ભાર્ગવ પ્રજાપતિએ આદિજાતિ યોજનાઓની વિગતે સમજ આપી હતી જ્યારે પી.એસ. નીનામાએ ઉપસ્થિત તમામને પત્રિકાઓ આપી હતી અને સરકારશ્રીની યોજનાઓનો સૌ લાભ લે તેવી વિનંતી કરી હતી.



