આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા પેપર ફૂટી જતાં આવેદન આપવા માં આવ્યું

ફરહાન પટેલ સંજેલી

01/૦2/૨૦૨૩ના રોજ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ હતી… સમગ્ર ગુજરાતના ઉમેદવારો તથા તેમના પરિવારો માં આક્રોશ છે..લગભગ 14મી વખત પેપર ફૂટી જતા સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે…૧૫૬ ધારાસભ્યો સાથે બનેલી સરકાર નિષ્ફળ સાબિત થઈ છે.
આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા આમ આદમી પાર્ટી સંજેલી તાલુકા પૂર્વ પ્રમુખ કિરણ ભાઈ બારીયા ના નેતૃત્વમાં આપ દાહોદ લોકસભા સંયુક્ત સચિવ રમસુભાઈ હઠીલા, .. લીમખેડા વિધાનસભા ઉમેદવાર નરેશભાઈ બારીયા, , ફતેપુરા ઉમેદવાર ગોવિંદભાઇ પરમાર..આપ ગુજરાત રાજ્ય સચિવ ,પ્રદેશ પ્રવક્તા જયેશ સંગાડા તથા આમ આદમી પાર્ટીના 50 જેટલા કાર્યકર્તા દ્વારા સંજેલી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં પ્રદેશ પ્રવકતા જયેશ સંગાડા એ જણાવ્યું કે ૧૫૬ ધારાસભ્યો ધરાવતી આ સરકાર ના શાસન માં છાસ વારે પેપર ફુટે છે..ઉમેદવાર નિરાશ છે તેમનું માનસિક સંતુલન બગડી રહ્યું છે..તાત્કાલિક ધોરણે ૪૮ કલાકમાં નવી તારીખ જાહેર થાય..અને આવનાર ૨૦ દિવસમાં ફરીથી પરીક્ષા લેવામાં આવે.દરેક ઉમેદવારને ૫૦,૦૦૦નું વળતર આપવામાં આવે.સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ દ્વારા પાછલા ફૂટેલા તમામ પેપરોના ગુનેગારોને શોધી કડકમાં કડક સજા કરવામાં આવે. દાહોદ જિલ્લો આંદોલનની ભૂમિ છે.આવનાર સમયમાં આમ આદમી પાર્ટી સંજેલી તાલુકા ના યુવાનોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!