બ્યુટી પાર્લરનો ક્લાસ ચલાવતા મહિલા ના માથામાં ચાકુ મારી ઇજા પહોંચાડી હતી.
નરેશ ગનવાણી બૂરો ચીફ નડિયાદ
બ્યુટી પાર્લરનો ક્લાસ ચલાવતા મહિલા ના માથામાં ચાકુ મારી ઇજા પહોંચાડી હતી
વિદ્યાનગરમાં બ્યુટી પાર્લર ક્લાસશિખવતી મહિલાને શીખવા આવતીયુવતીના પિતા-પુત્ર મહિલાને ઘરેઆવી ઝઘડો કર્યો હતો. તમે બ્યુટીપાર્લરમાં કશુ શીખવાડ્યું નથીકહી ભરેલી ફી રૂ ૭ હજાર પરતઆપવાનુ જણાવી મહિલાને ચપ્પુમારી ગડદાપાટુનો મારમાર્યો હતો. આબનાવ અંગે ચકલાસી પોલીસે ગુનોનોધ્યો છે.નડિયાદ તાલુકાના વડતાલ હરિછાયાસોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીયમહિલા વિદ્યાનગરમાં બ્યુટી પાર્લરચલાવે છે. સોમવાર રાતના ૮:૩૦વાગ્યાના તેમના ઘરે બ્યુટી પાર્લર શીખતીયુવતીના પિતા કાભઇ પરમાર અનેતેનો ભાઈ રોનક ઘરે આવ્યા હતા.જ્યાં બંને વ્યક્તિ મહિલાને ગાળોબોલી કહ્યુ હતુ કે મારી દિકરીને તમેબ્યુટી પાર્લરમાં કશુ શીખવાડ્યું નથીઅને મારી દિકરીએ જે રૂ. ૭ હજાર ફીભરી હતી.તે પાછી આપો કહી એકદમઉશ્કેરાઈ જઇ કાઇભએ મહિલાનામાથામાં ચપ્પુ મારી ઇજા પહોંચી હતી. જ્યારે રોનકે ગડદાપાટુનો મારમાર્યો હતો તેથી બૂમાબૂમ થતા મહિલાના પતિ અનેતેનો દિકરો અને સોસાયટીમાં રહેતાએક રહીશએ તેમને છોડાવ્યા હતા. આ સમગ્ર બનાવઅંગે ચકલાસી પોલીસે કાભઇભાઇપરમાર અને રોનક કાભઇભાઇપરમાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.