દાહોદ જીલ્લામા દહેજ ઓછુ કરવાની ફક્ત વાતો થાય છે તેવા સમયે એકપણ રપિયાના દહેજ વગર લગ્ન કરતી ટાડાગોળા ગામની દિકરી સરિતા

પંકજ પંડિત ઝાલોદ

જનજાતી સામાજીક આગેવાન શ્રી અજીતદેવ પારગી વિશેષ ઉપસ્થિત રહ્યા અને શુભકામનાઓ આપી.

ઝાલોદ તા. ૧૦/૦૩/૨૦૨૩ આજરોજ ગામ ટાડાગોળા ખાતે શ્રી સરિતાબેનની જાન માંડવે આવી હતી ત્યારે આદિવાસી સમાજમાટે પ્રેરણારુપ બાબત ધ્યાનમા આવી હતી. દાહોદ જીલ્લાના ભીલ સમાજમાં લગ્ન પ્રસંગે દિકરી પક્ષને લાખોનુ દહેજ આપવુ પડતુ હોય છે. દહેજને કારણે અનેક પરિવારો દેવાદાર બની જાય છે. આર્થિક રીતે પાયમાલ બની જાય છે. ક્યારેક દિકરી જેટલી વધુ ભણેલી તેટલુ વધુ દહેજ લેવામાં આવે છે. હાલના સમયમાં દહેજ રુપી આ સામાજીક પ્રથાને દુર કરવા કે ઓછુ કરવા માટે અનેક ગામોમા સુધારાઓની ફક્ત વાતો થાય છે. તેવાં સમયે ટાડાગોળા ગામના વતની અને સંત સમિતિના કાર્યકર્તા શ્રી દલસિંગગીરી જીએ પોતાની દિકરીના લગ્ન દહેજ વગર કરવાનો સંકલ્પ કર્યો. પિતાના સંસ્કારો અને પરિવારજનોને કારણે દિકરી સરિતા પણ ગામની બિજી બહેનપણીઓની જેમ ધમાકેદાર દેખાડાવાળા પ્રસંગની જગ્યાએ સાદગીમા મન બનાવ્યુ અને પિતાની પાસેથી કે સાસરી પક્ષ જે જે રકમ આપે તેમા રાજીપો ગણ્યો અને દહેજ પેટે તો એક રુપિયો પણ નહી લેવા મન બનાવ્યુ અને આજે સંસારમા પગલા પાડવા જઈ રહી છે. ભીલ સમાજ માટે પ્રેરક એવા આ શુભ પ્રસંગે આશીર્વાદ આપવા સાધુ સંતો પધાર્યા હતાં સાથે જ આ વિસ્તારના સામાજીક આગેવાન એવા અજીતદેવ પારગી ખાશ ઉપસ્થિત રહ્યા હતાં. ગામના શ્રી મુકેશભાઈ માવી, શ્રી વિપુલભાઈ સંગાડા, શ્રી પ્રકાશભાઈ વકીલ, સંત સમિતિ ના શ્રી મકનભાઈ પારગી, શ્રી દિનેશભાઈ વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કન્યાદાન નિમિત્ત ભેટ આપી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: