દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત
દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત
દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ ગઈકાલે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે સીંગવડ તાલુકાના જામદરા ગામે રોડ પર બનવા પામ્યો હતો જેમાં એક મોટર સાયકલ ચાલક તેના કબજાની જીજે-૨૦ બી.એ-૦૯૭૫ નંબરની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી જામદરા ગામે કરસણીને અડફેટમાં લેતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ સંબંધે જામદરા ગામના મરણજનાર મુળાભાઈ નારસીંગભાઈના મોટાભાઈ જવરાભાઈ નારસીંગભાઈ કરસણીએ નોંધાવેલ ફરિયાદને આધારે રંધીકપુર પોલિસે મોટર સાયકલ ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે ગમખ્વાર અકસ્માતનો બીજાે બનાવ ફતેપુરા તાલુકાના પીપલારા ગામે માલજીભાઈ પુનાભાઈ એડના ઘર પાસે રોડ ઉપર ગઈકાલે બપોરે એક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક ટ્રેક્ટર ચાલક તેના કબજાનું જીજે-૨૦ વી-૫૯૨૮ નંબરનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ સામેથી આવતાં આર.જે.૦૩ પી.એ-૭૩૫૬ નંબરની અતુલ શક્તિ રેકડાને જાેશભેર ટક્કર મારતાં રેકડાના ચાલકન પીપલારા ગામના ડુંગરી ફળિયાના ૪૦ વર્ષીય રામજીભાઈ માલાભાઈ કટારા રેકડામાંથી રોડ પર પટકાતાં શરીરે, ખભાની બાજુમાં પીઠના ભાગે તથા હાથે પગે ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ મારફતે સારવાર માટે ફતેપુરા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે લુણાવાડા ખાતે લઈ જતી વખતે રસ્તામાંજ તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે પીપલારા ગામના સવાભાઈ ચાલાભાઈ કટારાએ નોંધાવેલ ફરિયાદને આધારે ફતેપુરા પોલિસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.