દાહોદ જિલ્લા નાં 19 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં 95તબીબો ને સાધનો આપવા મા આવ્યા.
સિંધુ ઉદય
તા 26.4.2023 ના રોજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પાઇપલાઇન ડિવિઝન કોયલી અને દાહોદ જિલ્લાના જીલ્લા સમાહર્તા ડૉ હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પાઇપલાઇન ડિવિઝન નાં સી.એસ.આર ફંડમાંથી દાહોદ જીલ્લા ના દાહોદ તાલુકા ના રેટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીલ્લાના કુલ 19 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ને કુલ 95તબીબી સાધનો પૂરા પાડવામાં આવેલ જેમા 19 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક રેડીયન્ટ વોર્મર ,એકે કાંગારુ મધર ચેર, એક ડિજિટલ હિમોગ્લોબીન મીટર, એક સેનેટરી પેડ ઇન્સીનેટર, એક મરકયૂરી સફીગ્મોમેનોમીટર સ્ટેન્ડ મોડલ આપવામાં આવ્યાં.
આ કાર્યક્રમ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પાઇપલાઇન ડિવિઝન નાં ડી.જી.એમ એ.કે.ગોથમેન અને કંપનીના સી.એચ.આર.એમ સુનીલ કોલહટકર અને જીલ્લા આર.સી. એચ.ઓ ડૉ ઉદય ટીલાવત , અને એપેડેમીક મેડિકલ ઓફિસર ડૉ નયન જોષી, તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણિયા, તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબો અને આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતો. જીલ્લા વહીવટી તંત્ર તરફથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પાઇપલાઇન ડિવિઝનનો જીલ્લા આર.સી.એચ.ઓ ડૉ ઉદય ટીલાવત દવારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.