વસો તાલુકામાં એન્ટી ટોબેકો ધ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા ૨૩ વ્યક્તિને દંડ કરવામાં આવ્યું.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
રામોલ,કરોલી, મિત્રાલ ગામ માં તાલુકા એન્ફોર્સમેન્ટ સ્કવોડ ઘ્વારા તમાકુ વિરોઘી જનજાગૃતી માટેની રેડ કરવામાં આવી હતી. રેડ દરમીયાન કુલ ૨૩ વ્યકિતઓ નિયમોનું ઉલ્લંઘન કરતી માલૂમ પડી હતી. જેથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તાલુકા એન્ફોર્સમેન્ટ સ્કવોડ ઘ્વારા COTPA-૨૦૦૩ અંતર્ગત અલીન્દા માં તમાકુ નિયંત્રણ સેલ, વસો ઘ્વારા તમાકુ નિયંત્રણ ની કામગીરી,કાયદાની અમલવારી અને સામાજીક જનજાગૃતી માટે રેડ નું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન મુજબ આરોગ્યશાખા, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ,પંચાયત વિભાગ ના સંયુકત ઉ૫ક્રમે રેડ પાડવામાં આવી હતી. જેમાં લારી ગલ્લા ઉ૫ર સૂચક બોર્ડ મૂકેલા ન હોય તેવા લારી ગલ્લાવાળાનેદંડ કરવામાં આવ્યો હતો. જેમાં COTPA-૨૦૦૩ અંતગર્ત વિવિઘ કલમ હેઠળ ૨૩ કેસ કરાયા હતા આમ સમ્રગ રેડ દરમીયાન રૂપિયા ૧૦૯૦નો દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો હતો. આ રેડની કામગીરી રામોલ કરોલી અને મિત્રાલ ના શાળા, બસ સ્ટેશન આજુબાજુનો વિસ્તાર માં કરવામાં આવી હતી. આમ આગામી દિવસોમાં પણ માન કલેકટર નડીઆદ ના આદેશ મુજબ જનજાગૃતી માટે રેડ કરવામાં આવશે.