દાહોદ તાલુકાના કતવારા ગામે મેઈન બજારમાં સેન્ટ્રલ બેન્કની બાજુમાં પાર્ક કરેલ રૂપિયા ૩૫૦૦૦ની કિંમતની મોટર સાયકલ રાતે ચોરાયાનું જાણવા મળ્યું છે

દાહોદ તાલુકાના કતવારા ગામે મેઈન બજારમાં સેન્ટ્રલ બેન્કની બાજુમાં પાર્ક કરેલ રૂપિયા ૩૫૦૦૦ની કિંમતની મોટર સાયકલ રાતે ચોરાયાનું જાણવા મળ્યું છે

.કતવારા ગામના મેઈન બજારમાં ગત તા. ૨૮-૪-૨૦૨૩ના રોજ રાતના સમયે ત્રાટકેલ બાઈકચોરોએ પોતાનો કસબ અજમાવી સેન્ટ્રેલ બેન્કની બાજુમાં રહેતા સંજયકુમાર પ્રવિણકુમાર દરજીની પોતાના ઘરના આંગણામાં પાર્ક કરેલી રૂપિયા ૩૫૦૦૦ની કિંમતની જીજે-૨૦ બીસી-૯૮૮૭ નંબરની સને ૨૦૨૩ના મોડલની હિરોકંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલનું સ્ટેરીંગ લોક તોડી નાંખી મોટર સાયકલ ચોરીને લઈ ગયા હતા.આ સંબંધે કતવારા મેઈન બજારમાં સેન્ટ્રલ બેન્કની બાજુમાં રહેતા સંજયકુમાર પ્રવીણભાઈ દરજીએ નોંધાવેલી ફરિયાદને આધારે કતવારા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: