ઝાલોદની શ્રી રામજાનકી ઉ.બુ આશ્રમશાળાના શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષક પી.એચ.ડી થતાં નગરનું ગૌરવ વધાર્યું.
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદની શ્રી રામજાનકી ઉ.બુ આશ્રમશાળાના શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષક પી.એચ.ડી થતાં નગરનું ગૌરવ વધાર્યું ઝાલોદની શ્રી રામજાનકી ઉ .બુ.આશ્રમશાળાના શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા પટેલ કેયુરકુમાર અમરતભાઈ લુણાવાડાના પરમપુર ગામના રેહવાશી તેવો એ “વણઝારા જ્ઞાતિનો સમાજશાસ્ત્રી અભ્યાસ ” ( બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સંદર્ભમાં) સમાજશાસ્ત્ર વિષયમાં સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ ખાતે ડૉ.પરેશ એમ પરમારના માર્ગદર્શનથી PH.D ની ડીગ્રી મેળવીને ઝાલોદ શિક્ષણ જગતમાં ગૌરવ વધાર્યું છે .જેમની ઉપલબ્ધીને તેમના પરિવારજનો ,શાળા પરિવાર અને ટ્રસ્ટી રામજીભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય નિતેશભાઇ પ્રજાપતિ એ શુભેચ્છાઓ સાથે અભિનંદનની ઝડી વરસાવીને તેમનો ઉત્સાહ વધાર્યો છે અને તેમને આગળ વધવા માટે શુભેચ્છાઓ પાડવી હતી.



