પાણીયા પગાર કેન્દ્રના આચાર્ય યએ ગળે ફાસો ખાઈને કેમ પોતાનું જીવન ટૂંકાવ્યું.
રમેશ પટેલ
પાણીયા પગાર કેન્દ્રના આચાર્ય યએ ગળે ફાસો ખાઈને કેમ પોતાનું જીવન ટૂંકાવ્યું લીમખેડા તાલુકાના પાણીયા પગાર કેન્દ્રમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દેગાવાડા ગામના આચાર્ય વિઠ્ઠલભાઈ સબૂરભાઇ પટેલે પોતાના ઘરે ગળે ફાસો ખાઈને મોતને વહાલું કર્યું. પાણીયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિઠ્ઠલભાઈ ના ઘરે તારીખ 16/5/23 ના રોજ સાંજના ચારેક વાગ્યાં ના સમયે ફોર વિલર ગાડીમાં માં પાણીયા ગામના દાના માધુ વણકર,તેમજ પાલ્લી ગામના વિઠ્ઠલ દાના વણકર ,નટુ દાના વણકર ગોપાળ માના વણકર તેમજ ભાવિન જેઠા વણકર રહે પીપલોદ આ તમામ વિઠ્ઠલભાઈ ના ઘરે જઈને તેમની પત્ની ભગવતી બેન ને ધમકી આપેલ કે તારા પતિ એ મારાં ભાઈને સર્ટિફિકેટ કેમ કાઢી આપેલ છે. તેમ કહી ગાળો બોલી ઉચે અવાજે બૂમો પાડી લોકો આગળ ભયનો માહોલ ઉભો કરી ને ત્યાંથી નીકળી ગયા ત્યાર બાદ વિઠ્ઠલભાઈ આ લોકોને રસ્તામાં મળતા તઉપર મુજબ તમામ 5 આરોપીઓ એ વિઠ્ઠલભાઈ ને રસ્તામાં કોટોયું પકડી ધાક ધમકી આપી સ્કૂલ ખોલાવી અને મારી નાખવાની ધમકી તેમજ એટ્રોસિટી માં ફસાવી દેવાની આવી અલગ અલગ પ્રકારની ધમકી આપી માનસિક ત્રાસ આપી મરવામાટે મજબુર કર્યા તેમજ એક વકીલ દવારા ફોન કરી અને વકીલે પોતાની સત્તા તેમજ જ્ઞાનનો ઉપયોગ કરી એક શિક્ષકને સર્ટિફિકેટ ની બાબતમાં કલેકટર તેમજ DDO સુધી ઘસડી લઈજૈસ એવા ભય જનક શબ્દોનો ઉપયોગ કર્યો આવી ધમકી ઓ તેમજ રસ્તા માં તેમજ ઘરે આવિને માનસિક ત્રાસ આપતાં શિક્ષકે ફાસો ખાતા લીમખેડા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ઇ પી કો કલમ 306/143/323/504/506(2) અને ફોન ઉપર ધમકી બાબત ની કલમ 507 મુજબ ગુનો નોંધી આગળ ની કર્યો વાહી હાથ ધરેલ છે.