નવમો આંતરરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણી કરવામાં આવી.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

નવમો આંતરરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણી કરવામાં આવી ફતેપુરા તાલુકા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણી ફતેપુરા આઇ કે દેસાઈ હાઈસ્કૂલમાં કરવામાં આવી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા શ્રી આઈ.કે દેસાઈ સ્કૂલના મેદાનમાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણી કરવામાં આવી હતી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ અમલીયાર ફતેપુરા મામલતદાર આર પી ડીંડોર તાલુકા વિકાસ અધિકારી વસાવા જાગૃતિ કન્યા વિદ્યાલય અને આઇ કે દેસાઈ હાઈસ્કૂલ ના આચાર્યશ્રીઓ બ્રહ્માકુમારી ના નીતા દીદી બેલા દીદી ડોક્ટર અશ્વિનભાઈ પારગી પંકજભાઈ પંચાલ પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા તેમજ અગ્રણીઓ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો નવમાં આંતરરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણીમાં યોગા કોચ અને યોગા ટ્રેનર દ્વારા ઉપસ્થિત મહાનુભવોનો અને ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલ આઈ કે દેસાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ જાગૃતિ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અને નગરજનોને યોગા ની ટ્રેનીંગ આપવામાં આવી હતી મહાનુભાવો દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવેલ હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: