ઝાલોદ તાલુકાનો છાંસીયા ગામનો યુવક ભૂલ થી બીજી ટ્રેનમાં બેસી ગયા બાદ લાપત્તા.
પંકજ પંડિત
ઝાલોદ તાલુકાનો છાંસીયા ગામનો યુવક ભૂલ થી બીજી ટ્રેનમાં બેસી ગયા બાદ લાપત્તા આસરે દસ દિવસ ઉપર થઈ ગયા બાદ પણ યુવક ન મળતાં તેના પરિવાર જનો પરેશાન ઝાલોદ તાલુકાનો છાંસીયા ગામનો યુવક પિન્ટુભાઈ બાબુભાઈ ગરાસિયા તારીખ 08-06-2023 ભૂલ થી સીંકંદરાબાદ રેલ્વે સ્ટેશન ઉપરથી બીજી ટ્રેનમાં બેસી ગયેલ હતો અને તેમના પરિવાર જનોના જાણ મુજબ તે વિશાખાપટનમ રેલ્વે સ્ટેશન પહોંચી ગયેલ હતો ત્યાર બાદ તે આજ સુધી ઘરે પરત નથી આવેલ. જો કોઇને આ અંગે માલુમ પડે તો ગુમ થયેલ બાળક માટે ઝાલોદ પોલીસ સ્ટેશન સંપર્ક કરી જાણ કરવી. ગુમ થયેલ બાળકની ઉમર અંદાજીત 21 વર્ષની છે અને તેણે છાતીના ભાગે પિન્ટુ કોતરેલ છે .