ત્રણ ગુનાઓમાં નાસ્તામાં આરોપીને ઝડપી પાડતી દાહોદ રૂરલ પોલીસ.
અજય સાંસી
દાહોદ તા.૦૨દાહોદ,
વડોદરા,ખેડા જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મળી કુલ-૩ ગન્ુહાઓમાં નાસતા-ફરતા આંતર જીલ્લા આરોપીને ઈ-ગજુ કોપ પોકેટ કોપની મદદથી પકડી પાડતી દાહોદ રૂરલ પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની પોલીસ પ્રોહીબીશનના કેસો, પ્રોહીબીશનના આરોપીઓ, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગાર ધારાની કલમ મુજબ કાર્યવાહી કરવા માટે દાહોદ જિલ્લાની પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ,વડોદરા,ખેડા જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મળી કુલ-૩ ગન્ુહાઓમાં નાસતા-ફરતા આંતર જીલ્લા આરોપી સુભાષભાઈ હિરાભાઈ મિનામા (રહે.ખરોદા બારમ ફળીયંુ, તા.જી.દાહોદ) ને તેના રહેણાંક વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.