બેન્ક ઓફ બરોડાના 116 માં સ્થાપના દિન નિમિત્તે સુખસર બેંક દ્વારા પોલીસ સ્ટેશનમાં વોટર ક્યુરીફાઈની ભેટ આપવામાં આવી.
શબીર સુનેવાલા
*બેન્ક ઓફ બરોડાના 116 માં સ્થાપના દિન નિમિત્તે સુખસર બેંક દ્વારા પોલીસ સ્ટેશનમાં વોટર ક્યુરીફાઈની ભેટ આપવામાં આવી.
બેંક ઓફ બરોડા ના 116 માં સ્થાપના દિન નિમિત્તે બેંક ઓફ બરોડા સુખસર શાખાના વરિષ્ઠ શાખા પ્રબંધક દ્વારા આજરોજ સુખસર પોલીસ સ્ટેશનમાં પીવાના પાણી માટેનું વોટર ક્યુરીફાઈ ભેટ આપવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.બેન્ક ઓફ બરોડા સુખસર શાખા દ્વારા વોટર ક્યુરીફાઇની ભેટ આપતા સમયે બેંક ઓફ બરોડા સુખસર શાખાના મેનેજર શાખા મેનેજર,સુખસર ગ્રામ પંચાયતના સરપંચ નરેશભાઈ કટારા, બેંકના બી.સી મિત્રો,સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ, સામાજિક કાર્યકર બાબુભાઈ અમલીયાર સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.બેંક ઓફ બરોડા સુખસર શાખા દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં વોટર ક્યુરીફાઈ લગાવવામાં આવતા બેંકના શાખા મેનેજરનો પોલીસ સ્ટાફ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

