ધાડ લૂંટ ઘરફોડ ચોરીના ૧૫ ગુનામાં સંડોવાયેલ ૪ વર્ષથી ફરાર ઈનામી આરોપીને જેસાવાડા પોલીસે જંગલમાંથી ઝડપી પાડ્યું.
વનરાજ ભુરીયા ગરબાડા
ધાડ લૂંટ ઘરફોડ ચોરીના ૧૫ ગુનામાં સંડોવાયેલ ૪ વર્ષથી ફરાર ઈનામી આરોપીને જેસાવાડા પોલીસે જંગલમાંથી દબોચી જેલ ભેગો કર્યો.
જેસાવાડા પોલીસ મથકના પીએસઆઈ એન.એમ રામી, ASI સિરાજ અબ્દુલા શેખ તથા જેસાવાડા પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે છરછોડા ગામનો પ્રકાશભાઇ દિતીયાભાઇ પલાસ જે ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાના કુલ- ૧૫ જેટલા ગુન્હામાં છેલ્લા ૪ વર્ષથી નાસતો ફરતો હતો અને જેને પકડવા સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગર ગુજરાત રાજ્ય દ્રારા રૂ.૧૦,૦૦૦/- નું ઇનામ જાહેર કરેલ છે તે આરોપી જેસાવાડા પો.સ્ટે.ના સણગાસર ગામના જંગલમાં ડુંગરા ઉપર હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બાતમીવાળા ડુંગર વિસ્તારને કોર્ડન કરી આરોપીને ઝડપી પાડવામાં આવેલ અને આરોપી પ્રકાશભાઈ પલાસને જેસાવાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.