મહીસાગર LCBએ બાકોરપોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરતથી ઝડપ્યો.

સંજય જયસ્વાલ

મહીસાગર LCBએ બાકોરપોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીનેસુરતથી ઝડપ્યો

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના કરી છે. જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા બાતમી આધારે આરોપી અલ્પેશ બ્રહ્મભટ્ટને ઝડપી પાડ્યો છે પ્રાપ્ત થતી વિગત અનુસાર, મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટની સૂચના, હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ.મકવાણા તથા એલ.સી.બી સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવી તાપસ હાથ ધરી હતી. તે દરમિયાન પી.આઈ એમ.કે.ખાંટને બાતમી મળી હતી કે, બાકોર પોલીસ સ્ટેશન પ્રોહી એક્ટ કલમ 65(A)(E), 98 મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી અલ્પેશ બ્રહ્મભટ્ટ રહેવાસી, 118 સ્મૃતિ સોસાયટી, સાંઈ પેટ્રોલિયમ જી.આઈ.ડી.સી પાસે કતારગામ સુરત જેને ઝડપી પાડવામાં આવ્યો છે અને મહીસાગર જિલ્લા ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે બાકોર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આમ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહીના નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: