ઘરફોડ ચોરીના સીસીટીવી ફુટેજના આધારે એક ઈસમની દાહોદ એલ.સી.બી. પોલીસે ઓળખ કરી ઝડપી પાડ્યું.

અજય સાંસી

દાહોદ તા.૧૯

આંતર રાજ્ય તેલંગણાના સાયબરાબાદ જિલ્લાના મિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના સીસીટીવી ફુટેજના આધારે એક ઈસમની દાહોદ એલ.સી.બી. પોલીસે ઓળખ કરી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે

.દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેથળ હાલ દાહોદ જિલ્લાની તમામ પોલીસે જુગારની પ્રવૃતિઓ, પ્રોહીબીશનના ગુન્હાઓ, નાસતા ફરતાં આરોપીઓ, વોન્ટેડ આરોપીઓ વિગેરે ગુન્હાઓને શોધી કાઢવા માટે કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે આંતર રાજ્ય તેલંગણાના સાયબરાબાદ જિલ્લાના મિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના સીસીટીવી ફુટેજના આધારે ચોરીને અંજામ આપનાર મુકેશભાઈ ભારૂભાઈ મિનામા (રહે. આંબલી ખજુરીયા, મીનામા ફળિયુ, તા. ગરબાડા, જિ.દાહોદ) નાને સીસીટીવી કેમેરાની ઝીણવટ પુર્વક તપાસ કરી અને હ્યુમન સોર્સના માધ્યમથી તેના રહેણાંક વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ સંબંધે ઉપરોક્ત ઝડપાયેલ ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: