સમગ્ર દાહોદ શહેરમાં ટુ વ્હીલર વાહનોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંઘનો આદેશ

અજય બારીઆ/ગગન સોની

લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીનું જાહેરનામું

દાહોદ તા.૧૦
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દાહોદ જિલ્લામાં લોકડાઉનનો કડક રીતે અમલ કરાવામાં આવી રહ્યો છે. આ માટે દાહોદ જિલ્લામાં ટુ વ્હીલર વાહન ઉપર એક થી વધુ વ્યક્તિના પ્રવાસ પર પ્રતિબંઘ હોવા છતાં દાહોદ શહેરમાં આવશ્યક વસ્તુની ખરીદી માટેના છૂટછાટના સમય દરમ્યાન આ છુટનો દુરઉપયોગ કરવામાં આવે છે અને કરીયાણા અને દવાઓની હોમડીલીવરીની સુવિધા કરી હોવા છતાં લોકો અનાવશ્યક મુસાફરી કરે છે.
જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે સમગ્ર દાહોદ શહેરમાં ટુ વ્હીલર વાહનોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંઘ ફરમાવ્યો છે. આવશ્યક વસ્તુઓની ખરીદી માટે અનિવાર્ય સંજોગોમાં બહારગામથી આવનાર ટુ વ્હીલર વાહન ચાલકોએ દાહોદ શહેરની હદમાં પ્રવેશ કરતાં પહેલા તેમના વાહનો પોલીસ કર્મચારીઓની સૂચના મુજબ શહેર બહાર પાર્ક કરી શહેરમાં પ્રવેશ કરવાનો રહેશે.
આ જાહેરનામું સમગ્ર દાહોદ શહેરની હદ વિસ્તારમાં લાગુ પડશે અને હુકમ તારીખ ૧૦/૦૪/૨૦૨૦ થી તા. ૧૪/૦૪/૨૦૨૦ સુધી બંને દિવસો સહિત અમલમાં રહેશે. આ હુકમનું ઉલ્લંધન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
#sindhuuday dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: