૧૦૮ના કર્મચારીઓએ મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી.

નરેશ ગનવાણી નડિયાદ

૧૦૮ના કર્મચારીઓએ મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી હતી

ખેડા જિલ્લા સતત દોડતીને અવિરતપણે સેવા આપી રહેલ ૧૦૮ ઈએમઆરઈ ગ્રીન હેલ્થ સર્વિસ સગર્ભા બહેન માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ હતી. જેમાં કઠલાલથી નડિયાદ સિવિલ હોસ્પિટલ લઇ જતા મહિલાને દુખાવો ઉપડતા કર્મચારીઓએ મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી હતી.એમ્બ્યુલન્સને કઠલાલ સરકારી હોસ્પિટલમાંથી એક ડીલીવરીનો  કોલ મળતા જ ૧૦૮ના હાજર સ્ટાફ ઈમટી ઈરફાનભાઈને પાઈલોટ દેવાંશુ ભાઈ સ્થળ પર પહોંચી તપાસ કરતા માલુમ પડ્યું કે દર્દી મંજુલાબેન રાજુભાઈ પરમારને ચોથી ડિલિવરીનો દુખાવો થતો હતો. અને વધુ સારવાર અર્થે નડીઆદ સિવિલ હોસ્પિટલ માં રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે અચાનક રસ્તામાં મંજુલા બેનને અસહ્ય દુખવો ઉપડતા એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી પડે એવી સ્થિતિ સર્જાઇ હતી.  તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે ઈરફાનભાઈ અને પાઈલોટ દેવાંશુભાઈએ  એમ્બ્યુલન્સને  સાઈડ પર મહુધા ફિણાવ ભાગોળ ઉભી રાખીને તાત્કાલિક ઉપલા અધિકારીની સલાહ લઈને સફળતા પૂર્વક નોર્મલ ડીલીવરી કરાવી હતી. બાળકના ગળામાં નાળ વિટળાયેલી હોવા છતાં  ૧૦૮ના સ્ટાફે સફળતા પૂર્વક ડિલિવરી કરાવી હતી. બાળકનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ડોક્ટરના જણાવ્યા મુજબ બાળક અને માતા બન્ને તંદુરસ્ત છે. તથા વધુ સારવાર અર્થે નજીકની મહુધા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આવી સાહસનીય કમગીરી કરવા બદલ ડોક્ટર તથા મંજુલાબેન ના પરિવારે એમ્બ્યુલન્સ ની સેવા નો તથા ૧૦૮ સ્ટાફ ઈરફાનભાઈ તથા પાયલટ દેવાંશુભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: