ધાનપુર તાલુકાના ઝાબુ ગામ ખાતે હાટ બજાર માં સ્પર્શ રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન યોજાયું.
અજય સાસી
ધાનપુર તાલુકાના ઝાબુ ગામ ખાતે હાટ બજાર માં સ્પર્શ રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન અન્વયે હાટ બજાર માં પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો
જેમા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદય ટીલાવત તથા જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડૉ.આર.ડી.પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.બી.પી.રમન ના માર્ગદર્શન હેઠળ સ્પર્શ લેપ્રસી અવરનેશ પ્રોગ્રામ અંતર્ગત ઝાબુ ખાતે હાટ બજાર પ્રચાર -પ્રસાર કરવામા આવ્યું.તેમા પ્રા.આ.કે.ઝાબુ ના મેડિકલ ઓફિસરશ્રી ડૉ.યુ.કે પરમાર અને લેપ્રશિ સુપરવાઈઝર ની અધ્યક્ષતામાં સ્પર્શ લેપ્રસી અવરેનેશ કેમ્પેઈનની ઉજવણી કરવામાં આવી.જેમાં તારીખ -30 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી લેપ્રસી વિશે લોકોમાં જન જાગૃતિ ફેલાય અને જુદી જુદી જગ્યાએ જેમ કે હાટ બજાર, સ્કૂલો, કોલેજ માં પ્રચાર -પ્રસાર માટે ભવાઈ તેમજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઝાબુ પ્રા.આ.કે નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.