ફતેપુરા વિધાનસભામાં આવાસ અર્પણ નો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો.
પ્રવીણ કલાલ ફતેપુરા
ફતેપુરા વિધાનસભામાં આવાસ અર્પણ નો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો.
ગુજરાત સમગ્ર દેશનું મોડેલ બન્યું છે. જેનું શ્રેય દેશના પ્રધાનમંત્રીને ફાળે જાય છે: ધારાસભ્ય રમેશભાઈ કટારા.
ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા તથા કાચા આવાસ ધરાવતા કુટુંબોને આર્થિક સહાય આપવાનો હેતુ છે: પ્રમુખ શંકરભાઈ આમલીયાર
ફતેપુરા વિધાનસભા વિસ્તારના સુખસર કૃષી શાળા ખાતે ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત ના મંત્ર સાથે આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ કટારા ના પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર સહિત ફતેપુરા અને સંજેલીના તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફતેપુરા વિધાનસભા વિસ્તારના સુખસર ખાતે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના નો લોકાર્પણ અને ખાતમુરત કાર્યક્રમ યોજાયો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ યોજાયો હતો ફતેપુરા વિધાનસભાના સુખસર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી અરુણાબેન પલાસ, જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો આગેવાનો કાર્યકર્તા તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા. ફતેપુરા તાલુકામાં વર્ષ 2022/23 માં 1330 આવાસ મંજુર થયા હતા જેમાં 1153 પુર્ણ થયા હતા જેમાં 1383.6 લાખ નો ખર્ચ ની સહાય ચૂકવાઇ હતી. ધારાસભ્ય રમેશભાઈ કટારા સંગીત પ્રવચનમાં જય શ્રી રામના નારા સાથે ભવ્ય રામ મંદિર બની ગયું છે.
ફતેપુરા વિધાનસભાની જરૂરિયાતમંદ તમામ પ્રજાને ઘર નું ઘર આવાસ મળશે. ગુજરાત દેશનું સર્વોચ્ચ મોડેલ બની રહ્યું છે. અને જેનું શ્રેય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફાળે જાય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમમલિયાર એ પણ કાર્યક્ર્મ અંતર્ગત પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ફતેપુરા અને સંજેલી તાલુકાના લાભાર્થીઓને આવાસ ની ચાવી અર્પણ કરવામાં આવી હતી તેમજ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.