આશા-ફેસીલીએટરની કામગીરી કરી રહેલી બહેનોએ રેલી કાઢી કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું.


નરેશ ગનવાણી નડિયાદ
આશા-ફેસીલીએટરની કામગીરી કરી રહેલી બહેનોએ રેલી કાઢી કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું

ખેડા જિલ્લામાં આશા-ફેસીલીએટરની કામગીરી કરી રહેલી બહેનો દેશ વ્યાપી આંદોલનમાં જોડાઈ આજે અને આવતીકાલે એમ સામૂહિક માસ સીએલ પર ઉતર્યા છે. અગાઉ રજૂ કરેલ માંગણી ન સંતોષાતા  બહેનોએ કામથી અળગા રહી દેખાવો કર્યા છે.
ખેડા જિલ્લાની ઉપરોક્ત તમામ બહેનોએ આજે શુક્રવારે જૂની જિલ્લા પંચાયત પવનચક્કી રોડ પાસેથી રેલી કાઢી ડભાણ રોડ પર આવેલ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે ૨ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રિય ટ્રેડ યુનિયનો ધ્વારા માંગણીઓ સંદર્ભે દેશનાં તમામ સ્કીમ વર્કરો ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીના રોજ કામથી અળગા રહેશે તેની નોટીસ જે તે વિભાગને જણ કરાઈ છે. રાજ્યમાં પણ લાંબા સમયથી આંગણવાડીઓ અને આશા વર્કર- ફેસીલીએટર પોતાની માંગણીઓ રજુ કરેલ હોવા છતાં રાજય સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ કરાયું નથી. આંગણવાડી- આશા-ફેસીલીએટર બહેનો ઉપર મોબાઈલ ડેટા એન્ટ્રી સહિત મૂખ્ય કામનો બોઝ વધતો જાય છે. તે પ્રમાણમાં વળતર કે વેતન વધતું નથી- મોંઘવારી પણ વધેલ છે. ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે સમાધાન થયેલા પરંતુ અમલ ન થયાનો આક્ષેપ કરાયા છે. બીલો ન ચુકવાતા આંગણવાડી વર્કરો સ્વઃ ખર્ચે બાળકોને આહાર આપે છે. ત્રણ મહિનાના બીલો ચુકવાયા નથી. કેટલાક ઘટકોમાં ૬ માસથી બીલો ચુકવાયા નથી. છતાં આંગણવાડી વર્કરો જ બાળકોની ચિંતા કરી આહાર આપે છે. સગર્ભા માતાને આહાર અપાય છે. જયારે આશા વર્કરો- ફેસીલીએટરોને ૬ માસથી વધુ સમયથી રૂપિયા ૨૫૦૦ વધારો કે ઈન્સેન્ટીવની રકમો ચૂકવાઈ નથી. છતાં આરોગ્યની કામગીરી બજાવી રહી છે. આ સાથે ચાર વર્ષથી મંજુર થયેલ ડ્રેસ પણ તૈયાર હોવા છતાં અપાયો નથી. આથી આ આંગણવાડીઓ અને આશા વર્કર-ફેસીલીએટરો બેઠક યોજવાની માંગણી સાથે બે દિવસ સુધી બંધારણીય માર્ગે માસ સી.એલ. ભરી કામથી અળગા રહેવાનુ જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: