ધાનપુર પોલીસે છેલ્લા અઢાર વર્ષથી લૂંટના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો.
વનરાજ ભુરીયા.

ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઈ આર.જી.ચુડાસમા તેમજ એ.એેસ.આઇ અનીલ કુમાર દરબારસીંહ,અ.પો.કો દીપકભાઇ શંકરભાઇ,સંદીપભાઇ ગોવિંદભાઈ મિલકત સબંધી ગુન્હામા સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સ્ટાફના કર્મચારીઓ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પી.એસ.આઇ આર.જી.ચુડાસમા લને મળેલ ચોક્કસ માહીતી આધારે ધાનપુર તાલુકાના કાટું ગામમાં રહેતા મનીયાભાઇ ઉર્ફે મનભાઇ રત્નાભાઇ ભાભોર નામના આરોપી વિશે મળેલ ચોક્કસ માહીતી આધારે કાંટુ ચોકડી પરથી ઝડપી પાડી સી.આર.પી.સી કલમ-૪૧(૧)આઇ મુજબ અટક કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે .આ આરોપી ચોરી કરવા જતા પહેલા તમામ આરોપીઓ પૈકી કોઇપણ બે મિત્રો જે જગ્યાએ લુંટ કરવાની તે જગ્યાની દીવસ દરમ્યાન રેકી કરવા જતા અને રાત્રીના એવી જગ્યા કે જ્યાં લોકોની અવર-જવર ના હોય તેવી અવાવરૂ જગ્યાએ ભેગા થઇ ત્યાંથી ટાર્ગેટ મુજબની જગ્યાએ ચોરી/લુટ કરવા માટેના સાધનો પકડ,ડીસમીસ તથા કોસ(ખાતરીયુ) લઇને જતા અને રેકી કરેલ જગ્યાએ જઇ ચોરી/લુંટ કરી પરત જે જગ્યાએથી રવાના થયેલ હતા તે જગ્યાએ આવી ચોરી/લુંટ કરેલ રૂપીયા ભાગે પડતા વહેચી પછી પોત-પોતાના રહેણાંક પર જતા રહેતા હતા.